હેલો નમસ્કાર,
મારું નામ યોગેશગિરી રૂપગોરી મેઘનાથી છે. હું એક હાથ થી વિકલાંગ છું, અને એક 5 વર્ષ ની બેબી છે. હું પાન બીડી કરીયાણા ની દુકાન ચલાવું છું. તેમજ 5 વીઘા જેટલી જમીન છે. મિલકતમાં અને એક ઘર નું નાનું એવું મકાન છે. મારું અભ્યાસ 10 સુધીનું છે. અને નાનપણ માં અકસ્માતમાં મે મારો હાથ ગુમાવી દીધો હતો જેમના કારણે સબંધ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી અને ક્યાંય સમાજમાં કન્યા ના મળતા ઇન્ટરકાસ્ત લગ્ન કર્યા હતા પણ તે કન્યા ઘરમાં થી પૈસા ઘરેણાં જેવા કીમતી આભૂષણો લઈ ફરાર થઈ ગઈ હતી.ત્યાર બાદ હું નાની બેબી ને ઉછેરું છું અને હાથે રસોઈ કરી ને ખાઉં છું. માટે મારે એક યોગ્ય જીવન સાથી ની જરૂર છે તેમજ બેબી ને માં ની જરૂર છે